-ભારતના સૌથી ઝેરી ચાર સાપમાનો એક ઇન્ડિયન સ્પેક્ટકલ કોબ્રા જોવા મળ્યો
વાપી તાલુકાના રામનગર ખાતે આવેલ ભારત ગેસના ગોડાઉનની બહાર પાર્ક કરેલી પિકઅપમાં અત્યંત ઝેરી ભારતીય સાપ ભરાઈ ગયો હતો.આ સાપને ભારતના ચાર સૌથી ઝેરી કહેવાય તેમાનો એક ઇન્ડિયન સ્પેક્ટકલ કોબ્રા જોવા મળ્યો હતો.આ સાપ ઠંડા લોહીવાળા પ્રાણીઓ કહેવાય છે.જેથી તેઓ તેમના પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી.જેથી ઉનાળાની કાળઝાળ ગરમીનું તાપમાન વધવાથી તેઓ તેમના પોળમાંથી બહાર આવી જતાં હોય છે.ઉનાળા દરમિયાન સાપને પૂરતી ઉર્જા મળે છે, તેથી તેઓ હાયપર એક્ટિવ બની જાય છે.તેઓ શિકારની શોધમાં બહાર જઇને પ્રજનન પણ કરે છે.નિષ્ણાતોનું કહેવું છે કે તાપમાન વધવાથી સાપનું શરીર પણ ગરમ થવા લાગે છે,જેના કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.તાપમાનમાં વધારો થતાં,સાપ ઠંડી જગ્યાઓની શોધમાં તેમના દરમાંથી બહાર આવે છે અને રહેણાંક વિસ્તારોની આસપાસ દેખાવા લાગે છે.ઉનાળા દરમિયાન દૈનિક તાપમાનમાં દરેક ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે, સાપ કરડવાની સંભાવના લગભગ 6% વધી જાય છે
ભારતમાં દર વર્ષે 5,8000 થી વધુ લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે.જો આપણે સાપ કરડવાની ઘટનાઓ અને આંકડાઓ પર નજર કરીએ, તો આપણને જણાય છે કે મોટા ભાગના કેસ એપ્રિલ અને ઓક્ટોબરની વચ્ચે નોંધાયા છે.80 ટકાથી વધુ સાપ કરડવાના કેસો ગ્રામીણ વિસ્તારોમાંથી આવતાં હોવાનું કહેવાય છે. અતિશય ગરમીના કારણે તેમનું શરીર વધારે ગરમ થઈ જાય છે, જેના કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી તેઓ સૂર્યની તીવ્ર ગરમીથી બચવા માટે ઠંડી જગ્યા શોધવા માટે બહાર આવે છે. આ ઘટના વિશે વાપીની એનિમલ રેસ્કયું ટીમને જાણ કરતા ટીમના વર્ધમાન શાહ દ્વારા ઘટના સ્થળે પહોંચી ખૂબ જ સાવધાની પૂર્વક સાંપનું રેસ્કયું કરી વનવિભાગ ને જાણ કરી તેને સુરક્ષિત વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ