દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 3 દિવસ માટે સંઘપ્રદેશ દાનહ દમણ દીવની મુલાકાતે

આજરોજ ઉપરાષ્ટ્રપતિનું વિમાન દમણ એર સ્ટેશન ખાતે લેન્ડ થતાં પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ મોટી દમણ જામપોર બીચ પાસે આશરે 3 હેકટર હેકટરમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા એવિઅરી (પક્ષીઘરમાં) દુનિયાભરમાંથી લાવવામાં આવેલ વિભિન્ન પ્રકારના પક્ષીઓથી સજ્જ પક્ષીઘરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ ઉપરાષ્ટ્રપતિ, પ્રદેશના પ્રશાસક તથા અન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે અલગ અલગ પક્ષીઓને પાંજરામાંથી બહાર કાઢી ખુલ્લા આકાશમાં મુક્ત કર્યા હતા.

આજના લોકાર્પણ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એ દરિયા કિનારે કુદરતી વાતાવરણમાં બનેલા નયનરમ્ય પક્ષિઘરની પ્રસંશા કરી હતી. પક્ષિઘરના લોકાર્પણ બાદ ઉપરાષ્ટ્રપતિએ દમણનાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સરકારી એન્જિનિયરિંગ કોલેજ ની મુલાકાત પણ લીધી હતી. ત્યારે આજના પક્ષિઘરનાં લોકાર્પણ પ્રસંગે દાનહ દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ અસ્પી દમણિયા સહિત અન્ય સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજથી લોકાર્પણ કરાયેલા પક્ષિઘરમાં દેશ વિદેશથી લાવવામાં આવેલ પક્ષીઓ પર્યટકોની સાથે ખાસ કરીને બાળકોને વધુ આકર્ષિત કરશે. જે જોતા દમણમાં આગામી સમયમાં પર્યટકોની સંખ્યામાં વધારો થવા પામશે. સાથે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા નાના મોટા ધંધા રોજગાર ચલાવતા એકમોને પણ મોટો ફાયદો પહોંચવા પામશે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *