તાજેતરમાં વાપીમાં Fortune Park Galaxy ખાતે Arete Services Pvt. LTD. અને Rotary Club of Vapi Riverside દ્વારા Voluntary Blood Donation Campનું આયોજન કરવામાં આવ્યું હતું. Nukem Blood Bank Hariya Rotary hospital ના સહયોગમાં આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં 112 બોટલ રક્ત એકત્ર કરાયું હતું.
વાપીમાં ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સીના તુલિપ હોલમાં અયોજીત આ 22માં રક્તદાન કેમ્પ અંગે Arete Services Pvt. LTDના મેનેજર દીપકકુમાર પટેલે જણાવ્યું હતું. કે, ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સીના મેનેજર એમ. એ. પઠાણના સહયોગમાં વર્ષ 2002થી દર વર્ષે અહીં આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ 22માં રક્તદાન કેમ્પમાં તેમની કંપનીના કર્મચારીઓ, તેમના પરિવારજનો, ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સીમાં આવેલ તમામ સ્ટોરના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે. છેલ્લા 22 વર્ષથી દર વર્ષે અવિરત યોજાતા આ રક્તદાન કેમ્પમાં 100 યુનિટથી વધુ રક્ત એકત્ર કરવામાં આવે છે. આ વર્ષે પણ 112 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પના આયોજન અંગે તેમણે જણાવ્યું હતું કે, વાપીની બ્લડ બેંકમાં રક્તની સતત માંગ રહેતી હોય છે. અકસ્માત, થેલેસેમિયા, ડેન્ગ્યુ જેવા કેસના દર્દીઓને લોહીની જરૂર ઉભી થતી હોય છે. જેઓને મદદરૂપ થવા કંપનીની CSR એક્ટિવિટી હેઠળ આ રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. એ ઉપરાંત વર્ષમાં જ્યારે પણ બ્લડ બેંકમાં રક્તની જરૂર વર્તાય ત્યારે પણ તેમના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવે છે. આ રક્તદાન કેમ્પમાં કર્મચારીઓ એ ઉત્સાહભેર રક્તનુંદાન કર્યું હતું. જેઓને પ્રશસ્તિ પત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ