ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો મોટા હોર્ડિંગ્સનો સહારો લઇ તાપ અને ગરમીથી બચવા માટે રોકાઇ જતાં હોય છે.થોડા દિવસો પહેલા જ મુંબઈના ઘાટકોપરમાં પવનના જોરદાર ઝાપટાને કારણે ધરાશાયી થયેલા હોર્ડિંગ્સ વિશે દેશ અને દુનિયામાં ચર્ચા થઈ હતી. આ હોર્ડિંગ્સ પડવાને કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનામાં તમે જોયું હશે તો હોર્ડિંગ્સનો થાંભલો જમીનમાંથી ઉખડી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.એવુ જ કંઈક સેલવાસ નગરપાલિકા વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે.આપને જણાવી દઈએ કે બે દિવસો અગાઉ સેલવાસના દમણગંગા બ્રિજ પાસે લગાવવામાં આવેલ એક હોર્ડિંગ્સ નીચે પડી ગયું હતું.જો કે આ ઘટનામાં કોઇને મોટી દુર્ઘટના બનવા પામી ન હતી. પણ આ ઘટનામાં પણ હોર્ડિંગ્સનો પિલર જે છે એ જમીનમાંથી ઉખડી ગયો હતો.
સેલવાસ નગરપાલિકાને આ વિષે પૂછવામાં આવ્યું તો ત્યાંથી જણાવવામાં આવ્યું કે સેલવાસ શહેરમાં હોર્ડિંગ્સ લગાવવાનું કામનું ટેન્ડર અમદાવાદની ચિત્ર પબ્લિસિટીને આપવામાં આવ્યું છે.જે બાદ સેલવાસમાં લગાવવામાં આવેલ અન્ય હોર્ડિંગ્સ જોયા તો જોવા મળ્યું કે એ બધા હોર્ડિંગ્સની હાલત પણ બિસમાર છે અને એ ક્યારે પડી જશે એનો અંદાજો લગાવવો ખુબ જ મુશ્કેલ છે.સેલવાસની કાવેરી હોટેલ પાસે લગાવવામાં આવેલ વિશાળ હોર્ડિંગ્સના નીચે લોકો પાણી પુરીની મજા માણતા હોવાનો નજારો જોવા મળ્યો અને જેમ આપ આ દ્રશ્યો જોય રહ્યા છે, તેમ આ હોર્ડિંગ્સની હાલત પણ નબળી દેખાય આવે છે.તમે જોઇ શકો છો કે જ્યાં ત્યાં એંગલો લગાડી એના પર વેલ્ડિંગ કરી આ હોર્ડિંગ્સને ટેકો સમાન આપ્યો હોય એવું લાગી રહ્યું છે. મુંબઈની જેમ અહીંયા પણ જોરથી પવન ફૂંકાય તો આ હોર્ડિંગ્સને ધ્વસ્ત થતા જરાય વાર ન લાગશે.જો અહીં મુંબઈ જેવી જ ઘટના બને તો જે જાનમાલનું નુકસાન થશે તો એનો જવાબદાર કોણ હશે ? એવા સવાલોએ હવે શહેરમાં વેગ પકડ્યું છે.આમ તો સેલવાસ નગરપાલિકા હંમેશા શહેરને બ્યુટીફાય કરવામાં અને સુંદર બનાવવમાં વ્યસ્ત રહે છે તો બીજી તરફ આ પ્રકારના હોર્ડિંગ્સ પણ શહેરની શોભા વધારમાં કોઈ કસર છોડી રહ્યા નથી અહીં નોંધવા જેવી બાબત એ છે દુકાનોની બહાર લગતા બેનરો પણ હવે એક સમાન જેવા કરી નાખવામાં આવ્યા છે, જો કોઈએ પોતાનું બેનર લગાવવું હોય તો તેણે પેહલા, નગરપાલિકાની પરવાનગી લેવા પડે છે, જયારે નગરપાલિકાએ નિયમ પ્રમાણે જ ચાલવું હોય તો પછી નાના અને મોટા વચ્ચે ભેદભાવ શા માટે કરે છે. મોટા બેનરો લગાવનારાઓએ પણ નગરપાલિકાના નિયમો મુજબ જ બેડ હોર્ડિંગ્સ લગાવવા જોઈએ કે નહિ એ સવાલ અહીં ઉભો થાય છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ