સોળસુંબા વિસ્તારના નગરજનોને પાણીના ધાંધિયા

ઘર ઘર નલ સે જલ યોજના ઠોકી બેસાડી, પણ પાણીનું ટીંપુ નહીં આપ્યું

સોળસુંબાના પૂર્વ વિસ્તારમાં ઘણી બિલ્ડિંગો આવેલી છે.જેથી સરકાર દ્વારા આ વિસ્તારમાં દમણગંગા નદી તરફથી પાઇપલાઇન લાવી ઘર ઘર જલ સે નલ યોજના લાવવામાં આવી છે.પરંતુ આ પાઇપલાઇનમાં પાણીનું ટીંપુ નગરજનોને પીવા ન મળતાં શોભાના ગાંઠિયા સમાન આ યોજના સાબિત થઇ છે.

નગરજનોએ જણાવ્યું હતું કે આ યોજનાથી આજદિન સુધી કોઇને પીવાનું પાણી મળ્યું નથી. જેથી અમે પાણીના જગ પીવા માટે લાવવા મજબૂર બન્યા છીએ. મોંઘવારી દિવસેને દિવસે વધતી જાય છે, તો તેવામાં પીવાનું પાણી પણ અમે વેચાતું લાવીશું તો અમે ઘરની આવકમાં બચાવીશું તેવા અનેક સવાલોથી સરકારને જાણ કરતાં જોવા મળ્યાં હતાં.આ વાતનો કકળાટ વધતાં ધારાસભ્ય રમણભાઇ પાટકર શાંતિલાલ જાવિયાના ઘરે આવી કહ્યું હતું કે બેથી ત્રણ દિવસમાં પાણી શરું થઇ જશે પરંતુ નગરજનોને આ ચૂંટણી હોવાથી લોલીપોપ આપવા આવ્યાં હોય તેમ લાગી રહ્યું હતું.હવે જોવું રહ્યું કે આ વિસ્તારના લોકોને પાણી આપે છે કે વોટ લેવા માટે લોલીપોપ.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *