શાંતાકુંજ સોસાયટીમાંથી જાણે કોતર વહ્યું તેવા દ્રશ્યો સર્જાયા
પંચમહાલ જીલ્લાનામા વરસાદી માહોલ શરુ થઈ જતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ધમાકેદાર વરસાદ પડવાથી જીલ્લાના વિવિધ તાલુકાઓમા પણ વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરામાં ગત સાજે ભારે વરસાદ પડતા નગરમાંથી પસાર થતા હાલોલ- શામળાજી હાઈવે માર્ગ પર પાણી ભરાઇ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરાનગરમા આવેલી અણિયાદ ચોકડી પાસે દર ચોમાસામા છાસવારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે.પાણી ભરાવાના કારણે પાણી સીધુ વહીને સોસાયટીઓમા જાય છે. તેના કારણે સોસાયટીઓના રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાની સમસ્યાને કારણે પ્રિમોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.શહેરાનગરના અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી શાંતાકુજ સોસાયટી વચ્ચેથી જાણે કોતર છલકાઈ બે કાઠે વહી જતુ હોય તેવા દશ્યો સર્જાયા હતા. પંચમહાલના શહેરા તાલુકામા 64 મીમી વરસાદ નોધાયો હતો.જયારે મોરવા હડફ તાલુકમાં 7 મીમી , ગોધરામાં 1 મીમી , હાલોલ તાલુકામાં 31 મીમી , જાંબુઘોડા તાલુકામાં 8 મીમી અને ઘોંઘબામાં 11 મીમી વરસાદ નોધાયો હતો. પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ