લોકસભા 2024 માટે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાની બેઠક માટે ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મનોમંથન ચાલી રહ્યું હતું. ત્યારે આજે ભાજપ દ્વારા મેઘરજ તાલુકાના વતની અને છેલ્લા 44 વર્ષથી ભાજપમાં સક્રિય રીતે કામગીરી બજાવનાર ભીખાજી ઠાકોરને સાબરકાંઠા અરવલ્લી લોકસભાની ટિકિટ આપી છે.
ભીખાજી ઠાકોર બક્ષીપંચ સમાજમાં મોટું માથું કહેવાય છે. 1980થી ભાજપમાં સક્રિય રીતે કામગીરી બજાવી રહ્યા છે તેઓ હાલ અરવલ્લી જિલ્લા ભાજપના સંગઠનના મહામંત્રી છે. સાબરકાંઠા અને અરવલ્લીની કામધેનુ ગણાતી સાબરકાંઠા ડિયાટ્રિકટ કો.ઓ.બેન્કના વાઇસ ચેરમેન તરીકે પણ કાર્યરત છે. બે ટર્મ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલા છે. મેઘરજ તાલુકા એપીએમસીના ચેરમેન પણ છે. હાલ અરવલ્લી જિલ્લા સંઘમાં પણ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મોટાભાગની સહકારી સંસ્થાઓમાં ભીખાજી ઠાકોર સેવા બજાવી રહ્યા છે. ત્યારે પાર્ટીએ તેમની કામગીરીની કદરરૂપે ટિકિટ આપતા સમગ્ર અરવલ્લી સાબરકાંઠાનાં તેમના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ છે.
અરવલ્લીથી જયદિપ ભાટિયાનો રિપોર્ટ