અજાણ્યા ઇસમોએ મટનની ડિલિવરીનું બહાનું બનાવી ઘરમાં પ્રવેશી, મહિલાના ગળામાં ચાકુ મુકી ધમકાવી
વલસાડ જિલ્લાના વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના બની છે. પર્લ અવેન્યુ એપાર્ટમેન્ટમાં બે ઇસમોએ એકલી મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવી છે.ડુંગરા વિસ્તારમાં રહેતી રાધાબેન કહાર પોતાના ઘરે એકલી હતી.જેનો મોકો જોઇ બે અજાણ્યા ઇસમોએ મટનની ડિલિવરીનું બહાનું બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો.આ ઇસમોએ ચાકુની અણીથી રાધાબેનને ધમકાવી રાધાબેનના ગળામાંથી મંગળસૂત્ર અને કાનમાંના સોનાના દાગીનાને લૂંટી ફરાર થઈ ગયા હતા.
આ લૂંટ દરમિયાન રાધાબેનના પ્રતિકાર કરતા તેમને ઇજા પહોંચાડી બંને લુંટારુઓ નાશીપાક થયાં હતાં. આ ઘટના બાદ સુનિલભાઈ તાત્કાલિક ઘરે પહોચી રાધાબેનને લોહીલુહાણ હાલતમાં જોઈ તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જઇ ડુંગરા પોલીસને જાણ કરી દીધી હતી.જેેથી ડુંગરા પોલીસ સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કરતાં બે લુંટારુઓ સીસીટીવી ફુટેજમાં નજરે ચડ્યાં હતાં.આ બંને આરોપીઓની ઓળખ થઈ જતાં ડુંગરા પોલીસે તેઓને ઝડપવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.આ ઘટના માટે ડુંગરા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ચિંતા અને ભયનું વાતાવરણ ફેલાયું છે.આમ,આ લૂંટની ઘટનાથી વલસાડ જિલ્લાની લોકસ્વરૂપે સુરક્ષાને લગતા પ્રશ્નો ઉભા થયા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ