ખડગોધરા નર્મદા વસાહત ખાતે વિશ્વ આદીવાસી દિવસ ઉજવાયો

9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે જાણીએ છીએ.જેને લઇ આજરોજ ઠાસરા તાલુકાના ખડગોધરા ગામની નવી વસાહત પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ધનુષબાણ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આદિવાસી બાળાઓ દ્વારા આદિવાસી તેમજ સાંસ્કૃતિક નૃત્યો કરવામાં આવ્યાં હતાં.ઢોલ અને ડીજેના તાલે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર ગામલોકોની સાથે ભળીને હાથમાં ધનુષબાણ લઇને નાચી મનોરંજન કરતાં નજરે પડ્યાં હતાં. આ સાથે જ આદિવાસી સમાજના ભાઇ બહેનો પણ તેમણા પહેરવેશ પહેરની હાથમાં ધનુષબાણ અને શસ્ત્રો લઇને ગામમાં રેલી યોજી નાચી ઉઠ્યાં હતાં. ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે આદિવાસી સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું કે તમારા સમાજના લોકોએ જાગૃત થવું, શિક્ષણમાં આગળ વધવું અને આવી જ રીતે જાગૃત થઇને એકત્ર થઇ બજબુત બનવા ઉજાગર કર્યાં આ ઉપરાંત તમારા સમાજના કોઇપણ કાર્યો હોય મદદરુપ થઇશ તેની વાત કરવામાં આવી હતી.

સિસ્ટર મંજુ દ્વારા શિક્ષણ અને આદિવાસી સમાજના કાયદા અને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.અને આદિવાસી સમાજના સામાજિક કાર્યકર ગોવિંદભાઇ સોલંકીએ આદિવાસી સમાજનો ઇતિહાસ,આદિવાસી સંગઠનને મજબુત બનાવવો,અને અંધશ્રધ્ધા, રીતિ રિવાજો વિશે માહિતગાર કર્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન મેમસિંગભાઇ સરપંચ દ્વારા કરવામાં આવ્યું અને સંચાલન રાજેશભાઇ સોલંકીએ કર્યું હતું.આ કાર્યક્રમમાં ઠાસરા વિધાન સભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, માતૃછાયાના એડવોકેટ સિ.મંજુ,સામાજિક કાર્યકર ગોવિંદભાઇ સોલંકી,તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ,અન્ય પદાધિકારીઓ,પખિયા વસાહત,ત્રિકમપુરા વસાહત, વિશ્રામપુરા વસાહત, અને આજુબાજુ ગામોનાં મળી 3000થી વધુ આદિવાસી સમાજના લોકો હાજર રહી આ કાર્યક્રમને નિહાળ્યો હતો.

ઠાસરાથી અરવિંદ રાવળનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 1.7 / 5. Vote count: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *