
ચોટીલા પંથકમાં છેલ્લા 20 વર્ષથી એટલે કે બે દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે ચકલી ઘર અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જે નિમિત્તે ચામુંડા રોડ સ્થિત રામ રહીમ ફાઉન્ડેશન કાર્યાલય ખાતે સાંજે 04:00 વાગ્યે લીંબડી અજરામર સંપરદાયના પૂજ્ય શાસન પ્રભાવક આચાર્ય ડૉ.પ્રકાશ ચન્દ્ર સ્વામીજીની નીશ્રામાં શુભ હસ્તે અને દાતાઓની હાજરીમાં આ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે 2000 ચકલી ઘર અને 2000 જેટલા પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરીને જીવ દયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી સંસ્થાએ ચોટીલા શહેર સહિત આજુબાજુની ગામની પ્રાથમિક શાળાઓ અને સીમાડાઓમાં અને ગામડાના વાડી વિસ્તારમાં ખેડૂતોને આ કુંડા નું વિતરણ કરવામાં આવ્યું જેના કારણે આ ઉનાળાની ગરમીમાં ભર બપોરે પક્ષીને પીવાનું પાણી મળી રહે અને આપણું પારિવારિક પક્ષી આપણી વચ્ચેથી લુપ્ત થતી ચકલીને માળો મળે એ હેતુથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું જેથી આપણી વચ્ચે ચકલી હમેશા રમતી રહે.

રામ રહીમ ફાઉન્ડેશન-ચોટીલા અને સોની જશવંતલાલ ઝીણાભાઈ જ્વેલર્સ શોરૂમ તરફથી આ ચકલીના માળા અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ વાળા મનસુખલાલ શાહ અને સોની જશવંતલાલ ઝીણાભાઈ શોરૂમ વાળા જશુભાઈ સોની અને લાલાભાઇ સોની ખાસ ઉપસ્થિત રહીને આ સેવાનો લાભ લીધો હતો. આ કાર્યને સફળ બનાવવા માટે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસીનખાન પઠાણ, ઉપપ્રમુખ મેહુલભાઈ ખંધાર,જ્યોતિબેન સીતાપરા, પાયલબેન મોરી,ગોપાલભાઈ જાદવ, મોઈન ખાન પઠાણ, સહિત ધવલભાઇ કોરડીયા અને બળદેવભાઈ કોરડીયા જેવા પક્ષિપ્રેમીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. Ne
ચોટીલા થી અમિતકુમાર તુરખિયા..